ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના દહેગામ (Dehgam) તાલુકાના અંગુથલા (Anguthala) ગામમાંથી માનવતાને શરમાવી દે તેવી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ગૌચર વિસ્તારના કોતરમાંથી કોઈ અજાણી માતા દ્વારા જન્મતાની સાથે જ ત્યજી દેવાયેલી એક માસૂમ નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી છે. આ અમાનવીય કૃત્યના કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ અને હૈયાવરાળ ફેલાઈ ગઈ છે.

ગ્રામજનની સતર્કતાથી બાળકીનો બચાવ

પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે એક ગ્રામજનની નજર ગૌચરના કોતરમાં પડેલી આ નવજાત બાળકી પર પડી હતી. તેમણે તાત્કાલિક આ બાબતની જાણ ગામના સરપંચ (Sarpanch) ને કરી હતી. મામલાની ગંભીરતાને જોતા ત્વરિત 108 (108 Emergency Service) એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108 ની ટીમ દ્વારા બાળકીને પ્રાથમિક સારવાર આપીને વધુ સઘન સારવાર અર્થે ગાંધીનગર (Gandhinagar Hospital) ની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

દહેગામ પોલીસે અજાણી માતાની શોધખોળ શરૂ કરી

આ ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસ સ્ટેશન (Dehgam Police Station) નો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધીને આ માસૂમ શિશુને આ રીતે ત્યજી દેનાર ક્રૂર માતા અને જવાબદાર શખ્સોને શોધી કાઢવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ આશા વર્કર બહેનો અને હોસ્પિટલના રેકોર્ડની મદદથી સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Bagdana ગુરુ આશ્રમ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો, સમસ્ત ગામ અને કોળી સમાજ દ્વારા લેખિત રજૂઆત