ગાંધીનગરના રાયપુર ગામમાં બાળકીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસના આરોપી અનિલ પાસેથી વધુ વિગતો મેળવવા માટે પોલીસે તેને ઘટનાસ્થળે લઇ જઈને ગુનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. પોલીસની હાજરીમાં આરોપીએ બાળકીને કઈ રીતે ઘરે બોલાવી, હત્યાને કઈ રીતે અંજામ આપ્યો અને ત્યારબાદ બાળકીની લાશને કઈ રીતે સગેવગે કરી તેનું સંપૂર્ણ દ્રશ્ય પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ રિકન્સ્ટ્રકશનનો હેતુ પોલીસને નક્કર પુરાવા મેળવવામાં મદદરૂપ થવાનો છે.


પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની કરી હતી માગ

રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી પૂર્ણ થવા બાદ પોલીસે આરોપી અનિલને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, હત્યા પાછળનો ચોક્કસ હેતુ ગુનામાં અન્ય કોઈની સંડોવણી અને લાશ છુપાવવામાં વપરાયેલા સાધનોની વિગતો મેળવવા માટે આરોપીની વધુ પૂછપરછ જરૂરી છે. આ માટે પોલીસે આરોપી અનિલના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી અનિલના 5 દિવસના રિમાન્ડની માંગ સામે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે પોલીસ આગામી 3 દિવસ સુધી આરોપી અનિલની સઘન પૂછપરછ કરીને કેસ સંબંધિત તમામ ખૂટતી કડીઓ જોડવાનો પ્રયાસ કરશે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ હત્યાના મૂળ કારણ અને અન્ય કોઈ સહાયક આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે.


  • Follow us on: