લોકસાહિત્ય કાર દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડ ફરી કાનૂનના સંકજામાં જોવા મળ્યા. સોમનાથ જિલ્લા કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરતા સાહિત્યકારને ફરી જેલમાં જવું પડશે. મારામારીના કેસમાં કોર્ટે જામીન ના મંજૂર કરતા દેવાયત ખવડને આજ રાત્રી સુધીમાં તાલાલા પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું. સરકારની રિવિઝન અરજીના આધારે 7 દિવસના રિમાંડ માંગવામાં આવ્યા છે. અને દેવાયત ખવડ કોર્ટના આદેશનું પાલન કરી પોતાના સાથીદારો સાથે તલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. 


મારામારીના કેસમાં દેવાયત ખવડ પર આક્ષેપ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મારામારીના કેસમાં પોલીસ દ્વારા જામીન ના મંજૂર કરવાને લઈને વિરોધ અરજી દાખલ કરાઈ હતી. તેની સામે દેવાયત ખવડના વકીલ દ્વારા આ અરજી સામે કોઈ વિરોધ દાખલ ના કરતા કોર્ટે તેમના જામીન રદ કર્યા. તલાલા પોલીસ દ્વારા મારામારીના કેસમાં વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેને વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે. પોલીસ ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને તેમના સાથીદારોની એક યુવક સાથે બબાલ થઈ હતી.

દેવાયત ખવડની યુવક સાથે થઈ બબાલ

સામાન્ય બબલાનો મામલો એટલો ઉગ્ર બન્યો કે પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ પહોંચી. લોકસાહિત્યકાર અને તેમના સાથીદારો અને યુવક વચ્ચેની બબાલના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લીધું. ફરિયાદીનો આક્ષેપ છે કે તેના પર દેવાયત અને તેના સાથીઓએ રિવોલ્વર બતાવી હુમલો કર્યો હતો. જેની તલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ નીચલી કોર્ટે દેવાયત ખવડ અને તેમના સાથીઓએ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કરવા પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. અને જિલ્લા કોર્ટે આ જામીન ના મંજૂર કરતા દેવાયત ખવડ તેમના સાથીઓ સાથે તલાલા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. હવે ફરી દેવાયત ખવડે જેલવાસ ભોગવવો પડશે.

  • Follow us on: