ગીર સોમનાથના તાલાલામાં યુવક હનીટ્રેપમાં ફસાયો છે, એક સગીરા સહિત 4 આરોપીએ આ કાવતરૂ રચ્યું હોવાની વાત સામે આવી છે, તાલાલા પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, યુવકને માર મારીને 10 લાખની ખંડણી પણ માંગી હોવાની વાત સામે આવી છે, તાલાલા પોલીસમાં મોડી રાત્રે આ ફરિયાદ નોંધાઈ છે.


સગીરા સહિત 4 આરોપીએ રચ્યું હનીટ્રેપનું કાવતરુ

ચાર લોકોએ પહેલા યુવકને મળવા માટે બોલાવ્યો હતો અને માર માર્યો હતો ત્યારબાદ મારી બહેન સાથે કેમ આવું કરે છે તેમ કહી બબાલ કરી હતી, પોલીસે સમગ્ર કેસમાં 4 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને તપાસનો ધમધમાટ કર્યો છે, સંગોદ્રા ગામની સગીરા સહિત 4 ઈસમોએ પૂર્વ આયોજીત કાવતરું રચી યુવકને ફસાવ્યો હતો અને ભોજદેગીરના રાકેશ પંડ્યાને મોબાઈલમાં મેસેજ કરી પ્રેમલાપ કરી મળવા બોલાવ્યો હતો, મોબાઈલ પણ યુવકનો ઝૂંટવી લીધો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી.

પૂર્વ આયોજન કરીને હનીટ્રેપ કરવામાં આવી છે

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, સંગોદ્રાની 16 વર્ષીય સગીરા, કરશન રબારી ઉર્ફે અસલમ, તેમજ ખાન નામનો ઇસમ, ભોજદેગીરના સલીમ ઉર્ફે દાઉદ લાંધા વિરુદ્ધ નોંધાયો ગુનો નોંધાયો છે, પોલીસે અપહરણ, લૂંટ, ખંડણી, પૂર્વ આયોજીત કાવતરા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથધરી છે, ઘટનાના પગલે ગીરપંથકમાં ચકચાર મચી છે, ત્યારે આ કેસમાં ઝડપાયેલ આરોપીઓએ અગાઉ પણ આ રીતે કોઈની સાથે હનીટ્રેપના બહાને રૂપિયા લીધા છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: