તાલાલા મામલતદાર કચેરીના પુરવઠા શાખાના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સહિતના ત્રણ શખ્સોને આજે જૂનાગઢ અને ગીર સોમનાથ એસીબીની ટીમે ૧૨૦૦ રૂપિયાની લાંચ કેસમાં સફળતાપૂર્વક ઝડપી લઈને ધરપકડ કરી છે.
કામ કરી આપવાના બદલામાં રૂ.1200 ની લાંચ માંગી
તાલાલા મામલતદાર કચેરીમાં એક અરજદાર રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે આવ્યો હતો. પરંતુ અહી ફરજ બજાવતા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર મહેન્દ્ર ઉર્ફે મયુર વાસા પટાટએ કામ કરી આપવાના બદલામાં રૂ.1200 ની લાંચ માંગી અને તેના મળતિયાઓ અલ્પેશ ઈશ્વરદાસ દૂધરેજિયા અને સંજય ભૂપત વાજા બંને તાલાલાના શખ્સોને કચેરીએ તે રકમ આપી દેવા જણાવ્યું હતું.













