ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને પકડવા માટે ACB સક્રિય છે. રાજ્યમાં છાશવારે આવા લાંચિયાઓ પકડાયા હોવાના અહેવાલ સામે આવતા હોય છે. ત્યારે પાટણમાં UGVCLનો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે. તે સમી UGVCLમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. ACBએ છટકું ગોઠવીને તેને રંગહાથે ઝડપી પાડ્યો હતો.
ખેતરમાં વીજ જોડાણ કરી આપવા લાંચ માગી હતી
ફરિયાદીએ પોતાના ખેતરમાં વીજ જોડાણ માટે અરજી કરી હતી. જેથી આ વીજ જોડાણ આપવા માટે આરોપી જુનિયર એન્જિનિયર ચિંતન પટેલે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા. જેથી તેમણે પાટણ ACBનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદના આધારે ACBએ આરોપીને પકડવા માટે છટકુ ગોઠવ્યું હતું.













