પાટણમાં કારની ચોરીની ઘટના સામે આવી છે. હારીજમાં ગતરોજ મોડી રાત્રે બ્રાન્ડેડ કંપનીની કારની ચોરીની ઘટના બનવા પામી. રસ્તા પર જયારે કાર પલટી ખાઈ ગઈ જતા કારની ચોરીનો ભેદ ખૂલ્યો. ચોરીનો ભેદ ખૂલતા ચોંકાવનારી માહિતી સામે આવી. જેમાં હારીજ-રાધનપુર હાઇવે પરથી કારની ચોરી થઈ હતી. આ કારની ચોરી કોઈ ઠગ કે લુખાતત્વોએ નહીં પરંતુ એક મુક બધીર સગીર દ્વારા કરવામાં આવી હતી. આ બાબત સામે આવતા લોકો ચોંકી ગયા.


ગાડી પલટી ખાઈ ગઈ અને ચોરીનો ભેદ ખૂલ્યો

પ્રાપ્ત માહિતી મુજબ પાટણના હારીજમાં કાર ચોરીનો મામલો સામે આવ્યો છે. કાર ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ CCTV ફૂટેજ એક મેડિકલ સ્ટોરના છે. CCTV ફૂટેજમાં દેખાય છે કે ગતરોજ મોડી રાત્રે મુક બધીર બાળક મેડિકલ સ્ટોર માંથી ગાડીની ચાવી લઈ ગયો. અને હારીજ રાધનપુર હાઇવે રોડ ઉપર આવેલ વેદ હોસ્પિટલ પાસે પાર્ક hyundai venu ગાડી મુક બધીર બાળક લઈ ફરાર થઈ ગયો. અને જયારે તે શહેરના હાઇવે રોડ થી મેન બજારમાંથી પસાર થતો હતો ત્યારે નગરપાલિકા ઓફિસ પાસે ગાડીએ પલટી મારી.

મૂક બધીર બાળક મામલે પોલીસની તપાસ

જયારે નગરપાલિકા પાસે ગાડી પલ્ટી મારી ત્યારે મુક બધીર બાળક ગાડીના કાચ તોડી બહાર નીકળી ફરાર થઈ ગયો. દરમિયાન સ્થાનિકોએ કાર કોની છે તે પ્રાથમિક ધોરણે તપાસ કરી. બાદમાં વહેલી સવારે ડોક્ટર હાર્ડવૈદ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ કાર ગફૂર ભાઈની હોવાનું સામે આવ્યું. મેડિકલ સ્ટોરમાં નાઇટમા ફરજ બજાવતા કર્મચારી દ્વારા ગાડી માલિકને આ બાબતની જાણકારી આપવામાં  આવી. કાર ચોરી કરનાર સગીર બાળક મૂક બધીર હોવાથી તેના માતાપિતા કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ઘરી.

  • Follow us on: