પાટણ નગરપાલિકા વિસ્તારના લોકોને સતત 3 દિવસ સુધી ખોરસમ કેનાલનો વાલ્વ તૂટી ગયો હોવાથી પાણી વગર રહેવું પડ્યું હતું જોકે 3 દિવસ બાદ વાલ્વ રીપેરીંગ કર્યા બાદ પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી તો છોડવામા આવ્યું છે પરંતુ જે પાણી નગરપાલિકા દ્વારા લોકોના ઘરોમા પહોંચી રહ્યું છે તે પાણી પીવાલાયક નહીં પરંતુ હાથપગ ધોવા લાયક પણ નથી.


સ્થાનિકોનું કહેવું છે કે પાણી ચોખ્ખું નહી આપો તો હલ્લાબોલ કરીશું

લોકોના ઘરોમા નળમાંથી આવતું પાણી વધારે પડતું દૂષિત અને ગંધ મારતું હોવાના કારણે જયારે નળ ચાલુ કરવામાં આવે ત્યારે સમગ્ર ઘરમાં તીવ્ર ગંધ મારવાનું શરૂ થઇ જાય છે, પાટણના વોર્ડ નંબર 1ના તમામ ઘરોમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને લોકો નગરપાલિકાના વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જો આવનારા ટૂંક સમયમાં જલ્દીથી નિવેડો નહીં લાવવામા આવે તો નગરપાલિકામા જઈને હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

પાટણના ખાનસરોવરમાં ગંદકીના દ્રશ્યો

પાટણ નગરપાલિકા વિસ્તારના લોકોને પાટણમાં આવેલ ખાન સરોવરમા સંગ્રહ કરવામાં આવેલ પાણીને ફિલ્ટર કરીને લોકોને આપવામાં આવે છે, પરંતુ આજે ખાનસરોવરમાં અસંખ્ય માછલીઓ પણ મરી ગયી હોવાથી સમગ્ર વિસ્તાર દુષિત અને દુર્ગંધ મારતો થઇ ગયો છે, પાટણ શહેરમાં માત્ર દૂષિત પાણીનો પ્રશ્ન વોર્ડ નંબર 1 માંજ નથી ,પાટણના અન્ય વિસ્તારોમાં પણ પાટણ નગરપાલિકાના બેદરકારી વાળા વહીવટી અધિકારીઓના કારણે જયારે પાણીનો નળ ચાલુ કરવામાં આવે ત્યારે નળમાંથી માછલીઓ આવતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે એકબાજુ પાટણ નગરપાલિકાનું વહીવટી તંત્ર પાટણના લોકોના ઘરમાં સવચ્છ પાણી પહોંચાડવામા નિષ્ફળ ગયું છે અને જેના કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો બીમાર પડી રહ્યા છે.


  • Follow us on: