હિંમતનગર નેશનલ હાઇવે પર બસ-કન્ટેનરનો અકસ્માત સર્જાયો છે જેમાં 1નું મોત થયું છે જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.


ખાનગી બસ કન્ટેરનર પાછળ ઘુસી ગઇ

હિંમતનગર નેશનલ હાઇવે પર અમદાવાદથી રાજસ્થાન જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. હાઇવે પર બેરણા ગામ પાસે ખાનગી બસ કન્ટેરનર પાછળ ઘુસી ગઇ હતી જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

મુસાફરોને કાચ તોડી બહાર કઢાયા

ઘટનાનુા પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને બસમાં સવાર મુસાફરોને કાચ તોડી બહાર કઢાયા હતા. બનાવની જાણ થતાં ગાંભોઇ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અનમે ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે ખસેડ્યા હતા.

અકસ્માતમાં 1નું મોત

આ અકસ્માતમાં 1નું મોત થયું છે જ્યારે 7 લોકોને ઇજા પહોંચી છે જેમને તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. અકસ્માત સમયે બસમાં આગળ બેઠેલ 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું.


  • Follow us on: