જામનગર નજીક આવેલા લહેર તળાવમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ મહાનગરપાલિકા (મનપા)ના કર્મચારી હસમુખ રતિલાલ પુરબિયાનો હોવાનું બહાર આવ્યું છે. સરકારી કર્મચારીનો જ તળાવમાંથી મૃતદેહ મળી આવતા જામનગર કોર્પોરેશન વર્તુળો અને આખી વસાહતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પરિવારમાં શોક અને આક્રંદનું વાતાવરણ

જામનગર મનપા કર્મચારી હસમુખ રતિલાલ પુરબિયાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યાના સમાચાર મળતા જ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અચાનક બનેલી આ ગોઝારી ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સહકર્મીઓ અને સ્નેહીજનો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે અને પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે.

Jamnagar News: Municipal Employee's Body Found in Lahar Talav, Jamnagar Municipal Corporation

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

બનાવની જાણ થતાં જ જામનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવાની સાથે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ કર્મચારીનો મૃતદેહ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો, તે આત્મહત્યા છે કે કોઈ અકસ્માત કે પછી અન્ય કોઈ શંકાસ્પદ બાબત, તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


આ પણ વાંચો: Jamnagar News: 'નો UPI ઓનલી કેશ', વેપારીઓનો યુપીઆઈ પેમેન્ટ સામે વિરોધ