જૂનાગઢમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, તહેવાર નિમિત્તે ગિફ્ટ આપવાનું કહી 66 વર્ષીય અફઝલ શેખ બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.

અશ્લીલ વીડિયો બતાવી દુષ્કર્મનો આરોપ

આરોપ છે કે આરોપીએ બાળકી સમક્ષ અશ્લીલ વીડિયો બતાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 66 વર્ષીય અફઝલ શેખની ધરપકડ કરવામાં આવી છે. બાળકીની ઓળખ જાહેર ન થાય તે માટે સંબંધિત વિગતો ગુપ્ત રાખવામાં આવી રહી છે.

અન્ય કોઈ સાથે આવું થયું છે કે કેમ તેની તપાસ

પોલીસ હવે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. આરોપી દ્વારા અન્ય કોઈ બાળકી કે મહિલા સાથે પણ આવું કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ તપાસના આધારે ઘટનાની વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Gandhinagar News : ભાજપે ચૂંટણી પ્રચારમાં ઝોંકાવી તાકાત, CM ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત 20 નેતાઓ બન્યા સ્ટાર પ્રચારક