ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે પોલીસ એક્શનમાં આવી છે. સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરીના કિસ્સામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સાયબર ફ્રોડમાં સંડોવણી બહાર આવતા જૂનાગઢના અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વર્ષમાં ત્રણ એકાઉન્ટથી 40.76 લાખ રૂપિયા સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું છે.
સાયબર ફ્રોડમાં સંડોવણી સામે આવતા ફરિયાદ
જૂનાગઢમાં અવધૂત આશ્રમના સાધુ અને કેરાળા ગામમાં ગૌશાળાના સંચાલક સાધુ કલ્યાણગિરી સામે સાયબર ફ્રોડમાં સંડોવણી સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. એક વર્ષમાં 3 એકાઉન્ટથી 40.76 લાખ સગેવગે કર્યા હોવાનું સામે આવ્યું છે. અન્ય સાધુના નામે પણ પૈસાની હેરાફેરી કરી હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ સાધુ સક્રિય હતાં. તેમના ફોલોઅર્સની સંખ્યા પણ હજારોની સંખ્યામાં છે.
