જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગણી ગામે રહેતી મીનાબેન યાદવ નામની પરિણીતાએ આપઘાત કરી લીધો હતો, જે ઘટનામાં પતિ સામે મૃતક મહિલાની માતાએ જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, મીના બેનના લગ્ન ૧૩ વર્ષ પહેલાં ફાગળી ગામે રહેતા હિતેશ બીજલભાઈ યાદવ સાથે થયા હતા.આરોપી પતિ તેમની દીકરીને લગ્ન જીવન દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને ત્રાસથી કંટાળીને પરિણીતા અગાઉ રિસામણે ચાલી ગઈ હતી અને તેણે તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણ કેસ દાખલ કર્યો હતો.


પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે

આરોપી પતિ હિતેષ યાદવને કોર્ટ દ્વારા ભરણ પોષણ પેટે ₹2.88 લાખ રકમ ભરવાની થાય તેમ હતી. આ રકમ ભરવી ન પડે તે માટે આરોપી પતિએ ફરિયાદીની દીકરીને તેના ઘરે તેડી લાવી સમાધાન કર્યું હતું. ​સમાધાન બાદ પણ પરિણીતાને ફરીથી ત્રાસ અપાતો હતો, જેના પગલે અંતે પરિણીતાએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રીના આપઘાત બાદ, પરિણીતાની માતાએ તેના જમાઈ હિતેશ બીજલભાઈ યાદવ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પતિ હિતેશ બીજલ યાદવની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: