જૂનાગઢ એલસીબીએ માંગરોળ હાઈવે ઉપર વોચ ગોઠવીને ઉત્તરપ્રદેશથી આવેલ ૫૦ લાખનો દારુ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે, જે દારુ લઈને આવેલા ડ્રાઈવરની ટ્રક સહિતના ૬૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


બાતમીને આધારે ટ્રકને પકડી હતી

જૂનાગઢ એલસીબી પી.આઈ. કૃણાલ પટેલ સહિતનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી કે, માંગરોળ હાઈવે ઉપર મોટી માત્રામાં વિદેશી દારુની હેરાફેરી થવાની છે. જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી, અને અહીના પોરબંદર-માંગરોળ હાઈવે ઉપર વરામગામ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક ટ્રક નંબર યુ.પી. ૪૨ ડી.ટી. ૩૧૮૯ ને આવતા જોઇને અટકાવ્યો હતો.

માંગરોળ મરીન પોલીસમાં ગુનો નોધાવ્યો

ટ્રકની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાંડની વિદેશી દારુ ભરેલી ૪૬૨ પેટી દારુ (૫૫૪૪ બોટલ) નો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે ગણતરી કરીને ૪૮.૯૦ લાખનો દારુ, ટ્રક સહિતનો કુલ ૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, આ દારુ લઈને આવેલા યુ.પી.ના અફઝલઅલી સફાતઅલી ચાંદમહમદ મન્સૂરી નામના ડ્રાઈવરની ધરપકડ કરીને માંગરોળ મરીન પોલીસમાં ગુનો નોધાવ્યો છે.


આ પણ વાંચોઃ Gujarat News: રખડતા શ્વાન શોધવાનો પરિપત્ર રદ નહીં થાય તો તલાટી કામગીરી નહીં કરે, મુખ્યમંત્રીને પત્ર લખી ચીમકી ઉચ્ચારી


  • Follow us on: