ગુજરાતમા અધિકારીઓથી લઈને કોર્ટના જજ સુધી નકલીની બોલબાલા વધી હતી. થોડો સમય સુધી આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવ્યા નહોતા પણ હવે મહેસાણાના કડીમાંથી નકલી વકીલ દંપતીનો પર્દાફાશ થયો છે. આ બંટી અને બબલીએ વેપારી સાથે ઠગાઈ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે ખોટી ઓળખ આપીને ઠગાઈ આચરી છે.
વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના કડીમાં નકલી વકીલ દંપત્તીનો પર્દાફાશ થયો છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ તરીકેની ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતા આ દંપતીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બંટી બબલીએ કડીમાં નર્મદા કોમ્પલેક્સમાં ઓફિસ ખોલી હતી. વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારીને ધમકી આપીને 3.27 લાખ રૂપિયા પડાવ્યા હતાં. મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ નકલી વકીલ બનીને વેપારીને ઠગ્યો હતો. ડિગ્રી વિના જ એડવોકેટ રાવલ બનીને ફરતા હતાં. વેપારીને ઠગી આ બંટી બબલી ઓફિસને તાળુ મારીને ફરાર થઈ ગયાં છે. કડી પોલીસે ગુનો નોંધી નકલી વકીલ દંપતીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.










