ખેડા નગરપાલિકામાં નવી બોડી બનતાની સાથે જ કરોડોની માટી ચોરીથી સત્તાના શ્રીગણેશ કર્યા હોવાના ચોકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નગરપાલિકા વિસ્તારમા 15 જેટલા સર્વે નંબરમા 200 વીઘા કરતાં વધારે જમીનમા ગોચર આવેલું છે.પરસાતજ દેદરડા વિઠ્ઠલાપુરા ખેડા અને અન્ય એક ગામ મળી આ વિસ્તારના પાંચ હજાર પશુઓને ચરવાના ગોચરને ભુમાફિયાઓએ નિશાન બનાવી કરોડો રૂપિયા રળી લેવાનું કૌભાંડ પ્રકાશમા આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી આખી રાત હિટાચી મશીનો, જેસીબી અને મોટા ડમ્પરોથી મોટા પાયે માટીને ઉલેચવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
નગરપાલિકાનું ગોચર લોકો ચોરી ગયા હોવાનો આક્ષેપ













