ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ધોળીકૂઈ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે ચાલતું દવાનું એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અહીં આવેલા "ડૉક્ટર સોનીના દવાખાના"માં કોઈપણ પ્રકારની કાનૂની પરમિશન કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે દવાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. તંત્ર દ્વારા દરોડો પાડીને દવાખાનામાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

"રતવાની દવા" ના નામે Vitamin-B Complex નું રીપેકિંગ

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ દવાખાનામાં "રતવાની દવા" ના નામે Vitamin-B Complex નું રીપેકિંગ કરીને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન અધિકારીઓએ ઘટનાસ્થળેથી સીલબંધ 160 બોટલ સહિત કુલ રૂ.66,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરમિશન વિના દવાનું આ પ્રકારે રીપેકિંગ અને વેચાણ થતું હોવાથી સ્થાનિક આરોગ્ય વિભાગમાં અફરાતફરી મચી ગઈ છે.

દવાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, આગળની તપાસ શરૂ

બિનઅધિકૃત રીતે તૈયાર કરી વેચવામાં આવતી આ દવાની ગુણવત્તા અને તેમાં વપરાયેલા તત્વોની ચકાસણી કરવા માટે જપ્ત કરાયેલી દવાના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટર અને સંબંધિત જવાબદારો સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરવામાં આવશે. હાલ આ મામલે આગળની ઘનતાપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Dahod બબાલમાં DYSPનો ચોંકાવનારો ખુલાસો, આપના આગેવાનો DJ લઈને આવ્યા હતા...