કચ્છની ભચાઉ પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે એક મોટું અને કડક સર્ચ ઓપરેશન (કોમ્બિંગ) હાથ ધર્યું છે. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેવા હેતુથી ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર અલગ અલગ ટીમો બનાવીને સઘન ચેકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વાહન ચેકિંગ પર પણ વિશેષ ભાર મુકાયો
આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો અને ધાબાઓમાં આકસ્મિક તપાસ કરી હતી.આ ઉપરાંત, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખતા અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 42 જેટલા શંકાસ્પદ લોકોની કડક ચકાસણી અને પૂછપરછ પણ કરવામાં આવી હતી.પોલીસ ટીમો દ્વારા વાહન ચેકિંગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
