ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો અને સ્પેશિયલ એજ્યુકેટરની મોટા પાયે ભરતી કરવાની એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.લાંબા સમયથી રોજગારીની રાહ જોઈ રહેલા ટેટ પાસ ઉમેદવારો માટે આ એક સોનેરી તક સમાન છે.આ ભરતી પ્રક્રિયા અંતર્ગત અલગ-અલગ કેટેગરીમાં હજારો જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં અન્ય માધ્યમ માટે કુલ 987 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન

આ ઉપરાંત, દિવ્યાંગ બાળકોના શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની 1841 જગ્યાઓ અને ધોરણ 6થી 8ના ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની 1067 જગ્યાઓ ભરાશે.એટલું જ નહીં, દિવ્યાંગ બાળકોની શાળાઓના સુચારુ સંચાલન માટે મુખ્ય શિક્ષક (HTAT)ની પણ 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર,આ ભરતી માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આગામી 1 જૂનથી ઓનલાઈન અરજી કરી શકશે.ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં સત્તાવાર પોર્ટલ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.આ ભરતીથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થશે અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહેશે.

આ પણ વાંચોઃ Petrol and diesel Price: પેટ્રોલમાં 2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71નો વધારો