કચ્છના અબડાસામાં જૂની અદાવતમાં મારામારી થઈ છે અને બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહિયાળ ધીંગાણું સર્જાયુ હતુ, લોકો વચ્ચે છોડાવા પડયા તેમ છત્તા જૂથ મારામારી કરતુ રહ્યું હતુ અને મારામારી દરમિયાન 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, બાયવારીવાંઢમાં જૂની અદાવતમાં થઈ મારામારી.


મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી

કચ્છના અબડાસામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, અને મારામારીમાં એક જૂથના આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે, નલિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. એક વ્યકિતની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે, પોલીસે પણ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મકાન તોડવાને લઈ વાતચીત શાંતિથી ચાલી રહી હતી તે દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો, મહત્વનું છે કે આ બબાલમાં મકાન કાયદેસરના છે કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

6 દિવસ અગાઉ ભુજના મથડામાં પણ ધીંગાણું સર્જાયુ હતુ

અંજારના મથડા ગામે જુની અદાવતમાં મામલો બિચકતા એક જ સમુદાયના બે જુથ વચ્ચે ધારીયા અને લાકડીઓથી ધીંગાણું થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્રણ થી વધુ લોકો ઘાયલ ઈજાગ્રસ્ત થયા હતા અને અંજાર પોલીસે પણ આ મામલે ગુનો નોંધ્યો હતો. જુની અદાવતમાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હોવાની વાત સામે આવી હતી, તો ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.


  • Follow us on: