Kutchના કંડલામાં દીનદયાળ પોર્ટ પર ક્રેન નીચે દબાઈ જતાં શ્રમિકનું કમકમાટી ભર્યું મોત


કચ્છના કંડલા ખાતે આવેલા દીનદયાળ પોર્ટ પર એક ગમખ્વાર ઘટના બની છે. જેમાં ક્રેન નીચે દબાઈ જવાથી એક શ્રમિકનું કરુણ મોત થયું છે. આ ઘટના બંદર પરની એક ખાનગી કંપનીમાં બની હતી. મૃતક શ્રમિક પરપ્રાંતીય હતો અને તેનું નામ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના બપોરના સમયે બની હતી. જ્યારે શ્રમિક પોર્ટ પર કામ કરી રહ્યો હતો. અચાનક કોઈ કારણસર ક્રેન નીચે આવી ગઈ હતી અને શ્રમિક તેના વજનદાર ભાગ નીચે દબાઈ ગયો હતો.

દિનદયાળ પોર્ટમાં ખાનગી કંપનીમાં બન્યો બનાવ

ઘટનાસ્થળે હાજર અન્ય કર્મચારીઓએ તાત્કાલિક મદદ માટે બૂમરાણ મચાવી હતી. પરંતુ ક્રેનના વજન હેઠળ દબાઈ જવાથી શ્રમિકને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ પોર્ટના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો

મૃતકના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને પોર્ટ ઓથોરિટી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોર્ટ પર સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન થયું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ પોર્ટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લગતા પ્રશ્નો ઊભા કર્યા છે.


  • Follow us on: