મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં એક ગંભીર ઘટના બની છે. જેમાં એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાના 3 દિવસ બાદ આખરે વિદ્યાર્થીના પરિજનોએ શાળાના જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિજનોએ શાળાના સ્ટાફ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીને કોઈ કારણસર લાફા મારીને ક્લાસની બહાર બેસાડવામાં આવ્યો હતો, જેના કારણે તે માનસિક તણાવમાં આવ્યો અને તેણે આ આત્યંતિક પગલું ભર્યું.


કડીમાં વિદ્યાર્થીના છલાંગ કેસમાં નવો વળાંક

વિદ્યાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવતા તેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પગમાં ફ્રેક્ચર થયું છે. પરિજનોએ માંગ કરી છે કે, તેમના બાળકને આવી રીતે માનસિક ત્રાસ આપવા બદલ સ્કૂલના જવાબદાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાથી કડીના શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો છે. પોલીસે પરિજનોની ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Limbdi માં રખડતા શ્વાનોનો ત્રાસ, જીન રોડ પર અચાનક શ્વાન આડું આવતા બાઇક સ્લીપ થઈ, ચાલક ઘાયલ 

  • Follow us on: