લીંબડી શહેરના જીન રોડ પર આજે બાઇક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકની સામે અચાનક એક શ્વાન આડું આવી જતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને શરીરના ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના બન્યા બાદ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


શ્વાન બન્યા જીવલેણ

ઉલ્લેખનીય છે કે, લીંબડી શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા શ્વાનો અચાનક રોડ પર આવી જવાથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Surat News : પાલનપુર જકાતનાકા પાસે 3 માળની બિલ્ડિંગનો દાદર ધસી પડ્યો, 19 લોકોનું સફળ રેસ્ક્યુ 

  • Follow us on: