મહેસાણાના શોભાસણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે.સાંજના સમયે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ માસૂમ કિશોરો માલગાડીની અડફેટે આવી જતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
માલગાડીએ ત્રણેય મિત્રોને અડફેટે લીધા
મળતી વિગતો મુજબ, આ કાળમુખી ઘટના આજે સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી.મૃતક ત્રણેય બાળકો શોભાસણ ગામના જ ઠાકોર વાસના રહેવાસી હતા અને અભ્યાસ કરતા હતા.રેલવે ટ્રેક ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ ત્રણેય મિત્રોને પોતાની અડફેટે લીધા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કિશોરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
