ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ આતંકીઓ ઝડપાયા બાદ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ થયો હતો. જેમાં આ ત્રણ આતંકવાદીનું કનેક્શન હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટના બાદ સમગ્ર દેશમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ATSની ટીમો તપાસમાં લાગી ગઈ છે. ત્ચારે આ બ્લાસ્ટ મામલે ઉત્તર ગુજરાતના મોડાસામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


દિલ્હી બ્લાસ્ટ મામલે મોડાસામાં પણ તપાસ

ઉત્તર ગુજરાતના મોડાસામાં ચારેક મહિના પહેલા ATS દ્વારા અલકાયદાનો એક આતંકી ઝડપાયો હતો. આ આતંકી અલકાયદાના સંગઠન સાથે સંકળાયેલો હતો અને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો હતો. સૈફુલ્લા કુરેશી નામનો આ આતંકી મોડાસા શહેરમા રહેતો હતો અને એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ મોડાસામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની તપાસ

મોડાસામાં આતંકવાદની શંકાસ્પદ ગતિવિધિઓને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આતંકવાદ સાથે સંકળાયેલા સિમી સ્લીપર સેલને લઈને પણ તપાસ શરૂ કરી છે. એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરાયું છે. ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ તપાસ માટે સક્રિય થઈ ગઈ છે.


  • Follow us on: