ગુજરાતમાં લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. રાજ્યમાં રોજ કોઈના કોઈ અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાઈ રહ્યો છે. ત્યારે રાજપીપળામાં પણ રોજમદાર લાંચ લેતા ઝડપાયો છે. નિવૃત્ત કર્મચારી પાસેથી સાડા ચાર હજાર રૂપિયાની લાંચ લેતા રોજમદારને એસીબીએ રંગે હાથે ઝડપી લીધો હતો. નર્મદા એસીબીએ રોજમદારને ઝડપી લીધો હતો.
નિવૃત્ત કર્મચારી પાસેથી 4500 રૂપિયાની લાંચ માગી
રાજપીપળામાં કરજણ જળાશય યોજનાનો રોજમદાર નિવૃત્ત કર્મચારી પાસેથી 4500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. કરજણ જળાશય યોજનાનો વર્ગ ચારનો રોજમદાર મહેશ વસાવા લાંચ લેતા ઝડપાયો છે. પોતાના જ વિભાગના નિવૃત્ત કર્મચારી પાસેથી 4500 રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.













