નવસારીમાં એક દુખદ ઘટના બની છે, જેમાં લિફટમાં બાળક ફસાઈ જતા તેનું મોત થયું છે, 3 વર્ષનું બાળક ફલેટની બહાર રમતું હતુ તે વખતે તે લિફટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્કયું કર્યુ હતુ અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે પહેલા જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતુ.
નવસારીમાં 3 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાતા મોત
નવસારીમાં 3 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાતા મોત થયું છે, બાળક રમતા રમતા લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો જેના કારણે તેનું મોત થયું છે, નવસારીના નિરવ એપોર્ટમેન્ટના બીજા માળે બાળક લિફટમાં ફસાયો હતો અને ભારે જહેમત કર્યા બાદ ફાયર વિભાગે બાળકને લીફટમાંથી બહાર કાઢયું હતુ અને તેનુ મોત થયું છે. નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. તે દરમિયાન માતા આવે તે પહેલા જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી.
બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
માતા દરવાજાને લોક મારી રહી હતી અને તે દરમિયાન બાળક લીફટમાં ગયો હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો, તો ફાયર વિભાગે કટર મશીનથી લિફટનો દરવાજો ખોલી બાળકને બહાર કાઢયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તે પહેલા તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી, બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.