પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં નવામાંકા ગામની સીમમાં દેશી દારૂની મિની ફેક્ટરી ધમધમતી હોવાનો પર્દાફાશ થયો છે. સીમ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

પોલીસની કામગીરી સામે અનેક સવાલો

આટલી મોટી માત્રામાં દારૂનો કાળો કારોબાર ચાલતો હોવા છતાં તંત્ર અજાણ હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે રહીશોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Delhi: દિલ્હીની વિવેક વિહાર બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકો જીવતા થયા ભડથું