પોરબંદરમાં એક પરીણિતાની પ્રેમલીલામાં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતની મહિલાના પતિને જાણ થતાં જ તેણે માધવપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નવજાત શિશુની હત્યાનો ભેદ ઉકેલાયો

પોરબંદરના માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી.આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેના કારણે તે ગર્ભવતી બની હતી.ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.જોકે આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો

પોલીસે મહિલાના પતિની ફરિયાદ બાદ આ ઘટનામાં બાળકની માતા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે વિપુલ કાનાભાઈ વાસણની ફરિયાદના આધારે આરોપી પત્ની જાગૃતિ વિપુલ વાસણ તેની માતા દૂધીબેન મુળુભાઈ વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર