રાજકોટ નજીક આવેલી મેટોડા GIDC વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હૃદયકાંપક ઘટના સામે આવી છે. અહીં માત્ર 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેને ઝાડી-ઝાંકરામાં લઈ જઈ એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને લોકોમાં ભારે રોષનો માહોલ વ્યાપી ગયો હતો.
ઝાડીઓમાંથી રડવાનો અવાજ આવતાં આરોપી રંગેહાથ ઝડપાયો
ઘટનાની ગંભીરતા જોઈ મેટોડા GIDC પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને અલગ-અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. ખીરસરાથી મેટોડા તરફ જતા રસ્તા નજીક ઝાડીઓમાંથી માસૂમ બાળકીના રડવાનો અવાજ આવતાં જ પોલીસે ત્વરિત દરોડો પાડીને આરોપીને સ્થળ પરથી જ રંગેહાથ દબોચી લીધો હતો.
