રાજકોટ શહેરમાં રૈયાધાર પાસે રાત્રીના કાકા ભત્રીજા ઉપર કારમાં હથીયારો સાથે ધસી આવેલા પાંચ શખસોએ ખૂની હુમલો કર્યો હતો જેમા ગંભીર રીતે ધાયલ મણીનગરમાં રહેતા ભાવેશ ડાયાભાઈ વાણવીના મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવને પગલે મૃતકના પરીવારે આરોપીઓને પકડી કડક સજા કરવાની માંગ સાથે લાશ લેવાનો ઈન્કાર કરી ધરણા ઉપર બેસી ગયા હતા. કલેકટર અને પોલીસ કમીશનરને રજુઆત કરી મૃતદેહ સાથે આગેવાનો દ્રારા સીવીલ ચોક ખાતે ધરણા કર્યા હતા.તે દરમિયાન રસ્તા પર વાહન રોકવાના મામલે પોલીસે હળવો લાઠીચાર્જ કરી પાંચ લોકોની અટકાયત કરી હતી. જયારે યુવકની હત્યામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઈ વધુ બે આરોપીઓની શોધખોળ કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચના એએસઆઈએ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી છે.
મોડી રાતે સમાજના આગેવાનોનો ઉગ્ર દેખાવ
મણીનગરમાં રહેતો ભાવેશ વાણવી તેનો ભત્રીજો પ્રિન્સ સુનીલભાઈ વાણવી (ઉ.૧૭) અને મિત્ર રાહુલ કાનજીભાઈ પરમાર સાથે રૈયાધાર પાસેના સોપાન હાઈટ્સ પાસે બેઠા હતા બાદમાં ઘેર જમવા જવાનુ કહી ભાવેશ સહીતના મોટર સાઈકલમાં બેસી નિકળ્યા હતા. તે દરમ્યાન દ્રારકાધીસ મેઈન રોડ ઉપર પહોચતા કારમાં ઘસી આવેલા હમીર મેરા જોગરાણા સહીતના પાંચથી છ શખસોએ આંતરી ધારીયા, કુહાડી, ધોકા સાથે હુમલો કર્યો હતો. બાદમાં ભાવેશને કારમાં બેસાડી ઉઠાવી ગયા બાદ થોડે દૂર ફેકી દેતા બન્નેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
કલેકટરને આવેદન સાથે રજુઆત કરી
વેમા ગંભીર રીતે ધાયલનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે તપાસ કરતા અગાઉ પણ સ્ત્રી મિત્ર બાબતે થયેલા ઝઘડામાં સમાધાન થઈ ગયુ હતુ.બાદમાં આરોપી હમીર જોગરાણાએ જલારામ ચોકમાં રસનો ચિચોડો રાખી ધંધો કર્યો હતો. જેમા મૃતક ભાવેશે આરએમસીમાં ફરીયાદ કરી હોય જે બાબતે ડખ્ખો થયો હતો. જેનો ખાર રાખી હુમલો કર્યાનું બહાર આવતા પોલીસે મિત્ર રાહુલની ફરીયાદ ઉપરથી હત્યાની કોશીષ, હત્યા, એટ્રોસીટી, અપહરણ સહિતનો પાંચ શખસો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.બનાવને પગલે મૃતકના પરીવારે આરોપીઓને તત્કાલ પકડી લેવાની માંગ કરી લાશ લેવાના ઈન્કાર સાથે પીએમ રૂમ પાસે ધરણા કર્યા હતા. જેમા પોલીસ હાય હાય ના નારા લગાવી પોલીસ સાથે ધર્ષણ કર્યુ હતુ. તેમજ સમાજના આગેવાનો સહીતના કલેકટરને આવેદન સાથે રજુઆત કરી હતી.
વંથલી ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા
જેમા આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો નોધવા, મૃતકની પત્ની અને બાળકોના શિક્ષણ અને રહેવા માટે મકાન આપવાની માંગ કરી પોલીસ કમીશનર કચેરીએ રજુઆત કરી હતી. દરમિયાન લાશ લઈ સિવીલ હોસ્પિટલ ચોક ખાતે બાબા આંબેડકરની પ્રતિમા પાસે લઈ જઈ ધરણા બાદ વાહન રોકવાના મામલે ઝપાઝપી કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી પાંચ લોકોની અટકાયત કરી હતી. લાઠીચાર્જમાં ઘાયલ સમાજના આગેવાન ડી.ડી. સોલંકી સહિતનાઓને ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે. જયારે પોલીસે ખુનના ગુનામાં રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ જોગરાણાની અટકાયત કરી વધુ કાર્યવાહી કરી છે. જયારે રાત્રીના મૃતક ભાવેશના પરિવારજનો લાશ લઈ વંથલી ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Bhavnagar News: શહેરમાંથી એક સપ્તાહમાં ત્રીજી વખત ઝડપાયો નશીલી કફ સિરપનો જથ્થો