રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના જંગવડ ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ગામમાં પ્રકાશભાઈ ઘોડકીયા અને તેમનાં પત્ની વિલાસબેનની હત્યા કરવામાં આવી છે. આ મામલે અશોક ઘોડકીયા નામના શખ્સ પર હત્યા કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસે તપાસ તેજ કરી છે.
નશાની હાલતમાં આવી હુમલો કર્યાનો આક્ષેપ
મૃતકના સંબંધીઓએ આપેલા નિવેદન મુજબ, અશોક ઘોડકીયા નામનો શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને તેણે પતિ-પત્ની પર બોથડ પદાર્થ વડે એક પછી એક ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં પ્રકાશભાઈ અને તેમનાં પત્ની વિલાસબેનનું મોત નીપજ્યું હતું.
