રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં પાળેલા શ્વાન વડે હુમલો કરાવ્યાના ચકચારી મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. માલવીયા નગર પોલીસે દીપ જાડેજાની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

4 વર્ષ જૂની અદાવતનો ખાર રાખ્યાનો આરોપ

પોલીસની તપાસ મુજબ, 4 વર્ષ જૂની અદાવતનો ખાર રાખીને પાળેલા શ્વાન વડે હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. જૂની અદાવતને લઈને આરોપીએ કથિત રીતે શ્વાનનો ઉપયોગ કરીને હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.

CCTV સામે આવતા મામલો ચકચારભર્યો બન્યો

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલો વધુ ચકચારભર્યો બન્યો હતો. CCTVમાં બનેલી ઘટનાના દૃશ્યો સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

29 સપ્ટેમ્બરે નોંધાઈ હતી ફરિયાદ

આ સમગ્ર મામલે ગત 29 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન દીપ જાડેજાનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને શ્વાનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  


આ પણ વાંચો   :     Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો