રાજકોટથી હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરાવાનો આદેશ થતા ખળભળાટ મચી ગયો છે. 500થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા છે.


હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા

મળેલી માહિતી પ્રમાણે બંદોબસ્તમાં પૂરતી સંખ્યા ન થતા રાજકોટ હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો હતો. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા છે.

 સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો

માહિતી મુજબ સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો છે. અને તેના પગલે રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે. કલમ 4(1) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો નિર્ણય છે.

કેટલા સમય માટે છૂટા કરાયા છે તે મામલે હજું કોઇ સ્પષ્ટતા થઇ નથી

જો કે આ હોમગાર્ડને કેટલા સમય માટે છૂટા કરાયા છે તે મામલે હજું કોઇ સ્પષ્ટતા થઇ નથી. સામાન્ય રીતે આ હોમગાર્ડ્સ રાત્રી ફરજ બજાવતા હતા અને તેમને છૂટા કરાતા તે બેરોજગાર બન્યા છે. અન્ય જિલ્લામાં હોમગાર્ડની માંગણી કરવામાં આવતી હતી જે હોમગાર્ડની સંખ્યા પૂર્ણ થતા ન હોવાથી 500 જેટલા હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા હોવાનું હોમગાર્ડના જીલ્લા કમાન્ડન્ટ કે.બી. કાનાણીએ જણાવ્યું હતું.


  • Follow us on: