રાજકોટની શાળાઓ પર તંત્રની ગાજ જોવા મળી. શહેરની શાળાઓમાં ચાલતી ગોલમાલને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીના આકરા તેવર જોવા મળ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લામાં વિધાર્થી વગરની 8 શાળાઓને તાળા માર્યા. આ શાળાઓ લાંબા સમયથી કોઈપણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નહોતો. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની શાળાઓને લઈને આંતરિક તપાસ કરાઈ હતી.
રાજકોટમાં શાળાઓની ગોલમાનો ભાંડો ફૂટયો
આ તપાસમાં શાળાઓની ગોલમાલનો ભાંડો ફૂટયો. આ શાળાઓ ફક્ત કાગળ પર ચાલતી હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું. જિલ્લા અધિકારી એકશનમાં આવતા વિધાર્થી વગરની 8 શાળાઓ બંધ કરવામાં આવી. આ શાળાઓમાં ગોંડલ,ધોરાજી અને જસદણ તાલુકાની શાળાને તાળા મારવામાં આવ્યા છે. જ્યારે મેટોડાની રોટરી મિડટાઉન શાળા ટૂંક સમયમાં બંધ કરાશે. આ ઉપરાંત ગોંડલની વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ, ધોરાજીમાં મોટી મારડની સરસ્વતી વિધાલય, જસદણની શ્રેયસ સંસ્કાર મંદિર શાળા, શિવરાજપુરની શિવશક્તિ વિદ્યા મંદિર શાળા, વસાવડની અવધ વિધાલય,રાધે ક્રિષ્ના પ્રા.શાળા અને નવ વિદ્યાન પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી છે.













