રાજકોટમાં પોપટ સોરઠીયા હત્યાકાંડ કેસમાં સજા માફી માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર યથાવત રાખ્યો છે. હવે અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ જેલમાં જવું પડશે. તેમણે 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવું પડશે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને યથાવત રાખ્યો
રાજકોટમાં પોપટ સોરઠીયા હત્યાકાંડ કેસમાં સજા માફી માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમા સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને યથાવત રાખ્યો હતો. આ પહેલા ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ ગોંડલની કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી 19 ઓગસ્ટે નામંજૂર કરી હતી.













