રાજકોટના જસદણ તાલુકામાં આવેલા વીરનગર-કનેસરા રોડ નજીક એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મૃતદેહ જસદણના કાળાસર ગામના લાલજી ધીરુભાઈ મકવાણાનો હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનોએ આ મૃત્યુને સામાન્ય નહીં પરંતુ વ્યાજખોરો દ્વારા હત્યા કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક લાલજીએ કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા.
વ્યાજખોરોએ યુવકની હત્યા કર્યાનો આક્ષેપ













