Jasdanમાં ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ નજીક વીજ સબ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ, ભારે ધડાકા અને તણખા ઝરતા લોકોમાં સર્જાયો ભયનો માહોલ
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલા ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ નજીક આવેલા વીજ સબ સ્ટેશનમાં આજે અચાનક શોર્ટ સર્કિટ થતાં ભારે ધડાકા અને તણખા ઝરતા જોવા મળ્યા હતા. જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એક સ્થાનિક દ્વારા આ સમગ્ર ઘટનાના દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.













