જસદણમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો અંત આવ્યો છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વિવાદનો અંત આવ્યો છે. બપોરની મહા આરતીને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. પૂજારી પરિવાર ત્રણ દિવસથી ઉપવાસ પર હતો. શહિદ વેજલ ભટ્ટના પરિવાર પાસેથી સત્તા છીનવાઇ હતી. ભટ્ટ પરિવારની 630 વર્ષ જૂની પરંપરા ખંડિત થઈ હતી. આંદોલન સામે મંદિર વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો છે.


જસદણમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો અંત

સુપ્રસિદ્ધ ઘેલાસોમનાથ મંદિરનો શ્રવણમાં નિમિત્તે બપોરની મહાઆરતી લઈને શહિદ વેજલ ભટ્ટના પરિવાર પાસેથી એક વર્ષથી હક્ક રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છીનવતા વિવાદ થયો હતો. આ વિવાદ બાદ શહિદ વેજલ ભટ્ટનો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ઘેલા સોમનાથ મંદિર ખાતે અનશન પર ઉતર્યો હતો. જેનો સુખદ અંત આવ્યો છે.

પૂજારી પરિવાર ત્રણ દિવસથી ઉપવાસ પર હતો

શહિદ વેજલ ભટ્ટના પરિવાર 630 વર્ષ થી જે બપોરની મહા આરતી કરવામાં આવે છે. તે માંગ રાજકોટ જિલ્લા વહવટી તંત્ર દ્વારા યથાવત રાખતા વિવાદનો અંત આવ્યો છે. શહિદ વેજલ ભટ્ટના પરિવાર પાસેથી સત્તા છીનવાઇ હતી. પૂજારી પરિવાર ત્રણ દિવસથી ઉપવાસ પર હતો. જેનો સુખદ અંત આવ્યો છે.


  • Follow us on: