રાજકોટના જસદણમાં ફૂડ વિભાગની તપાસ કરવામાં આવી છે હરિકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના નમૂના ફેલ થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કપાસિયા અને સીંગતેલના લીધેલા નમૂના ફેલ થયા છે. આ મામલે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના તેલના નમૂના ફેલ થતાં રૂ.10 લાખનો દંડ ફટકારાયો છે.


જસદણમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાર્યવાહી

જસદણના તાલુકા પંચાયત સામે આવેલ હરે કૃષ્ણ ઓલ ઇન્ડસ્ટ્રીઝના તેલના નમુના ફેલ થયા છે. થોડા દિવસ પહેલા કપાસિયા અને સીંગતેલના બે નમૂના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. નમુના ફેલ થતાં રાજકોટ અધિક કલેકટર દ્વારા 10 લાખનો દંડ ફટકારાયો છે. હાલ આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. તેહવારોને લઈને ફૂડ વિભાગ એક્સનમાં આવ્યું છે.

તેલના નમૂના ફેલ

જસદણમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કપાસિયા અને સીંગતેલના નમૂના લઈને તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેલમાં કોઈ ખામી દેખાતા ખાવા યોગ્ય ન લાગતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના ફેલ કરી હરે કૃષ્ણ ઓલ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરી છે. તેલના નમૂના ફેલ થતાં રૂ.10 લાખનો દંડ ફટકારાયો છે.

  • Follow us on: