જસદણના ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. જેમાં છેલ્લા 630 વર્ષથી મંદિરની પૂજા-અર્ચના કરનાર ભટ્ટ પરિવારે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરીને ઉપવાસ, આંદોલન પર ઉતર્યા છે. ભટ્ટ પરિવારનો આક્ષેપ છે કે વર્ષોથી મંદિરની સેવા કરતા હોવા છતાં તેમનો સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ નિર્ણયથી તેમને ભારોભાર અન્યાય થયો હોય તેવુ અનુભવાય છે. આ મામલે ભટ્ટ પરિવારે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું.
630 વર્ષ જૂની પરંપરા અને અધિકારો છીનવાયા













