રાજકોટના જસદણમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે. ચોટીલા રોડ પર ભેંસની અડફેટે 16 વર્ષના કિશોરનું મોત થયું છે. પોલારપર ગામથી જસદણ જતા આ ઘટના બની છે. બાઇક પર સવાર કિશોરને ભેંસે અડફેટે લીધો હતો. નીચે પટકાતા કિશોર હિતેશ મુંધવાનું ઘટના સ્થળે મોત થયું છે. પરિવારના સભ્યો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા હતા ડોક્ટર મૃત જાહેર કરતા સિવિલ હોસ્પિટલ પીએમ માટે લઈ આવ્યા હતા.


જસદણમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો

જસદણના ચોટીલા રોડ પર 16 વર્ષ યુવકને ભેંસે ઢીક મારતા મોત થયું છે. પોલારપર ગામે પોતાની વાડીએથી જસદણ આવતા હિતેશ રાણાભાઇ મુંધવા નામના યુવકને ભેંસે ઢીંક મારતા મોત થયું છે. વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસના સમયે ચોટીલા રોડ પર બેઠેલા ભેંસના ટોળા નજીકથી પસાર થનાર યુવકને ભેંસે માથુ મારતા મોત થયું.

ચોટીલા રોડ પર 16 વર્ષ યુવકને ભેંસે ઢીક મારતા મોત

બાઇક લઇ રસ્તા પરથી પસાર થતા યુવકને ભેંસે માથું મારતા યુવક બાઈક પરથી પડી ગયો હતો અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા હતા ડોક્ટર મૃત જાહેર કરતા સિવિલ હોસ્પિટલ પીએમ માટે લઈ આવ્યા હતા.

  • Follow us on: