ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટમાં માત્ર એક કલાક (1 Hour) ના ટૂંકા ગાળામાં જ બીજી હત્યાની ઘટના બનતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારના એસ.કે. ચોક (S.K. Chowk) પાસે મનીષ પરમાર (Manish Parmar) નામના યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવવામાં આવી છે. અલગ-અલગ બે જગ્યાએ થયેલી હત્યાની ઘટનાઓને પગલે નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે.
ગની નામના યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ચર્ચા
આ હત્યાકાંડ પાછળ પ્રેમ પ્રકરણ (Love Affair) કારણભૂત હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, ગની (Gani) નામના યુવકે છરીના ઘા ઝીંકીને મનીષ પરમારની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હિંસક બનાવો વચ્ચે સ્થાનિકોમાં એવી લાગણી અને આક્ષેપો ઉઠી રહ્યા છે કે પોલીસની ઢીલી નીતિના કારણે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે અને તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
