રાજકોટની ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતના મામલે નવો વળાંક આવ્યો છે.મૃતકના પરિવારે કોલેજ સંચાલકોના ત્રાસના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.કોલેજના ડાયરેક્ટર આત્મન મહેતાએ જણાવ્યું છે કે આપઘાત કરનાર વિદ્યાર્થી પાસેથી કોલેજના જ એક ઇન્ટર્ન ડોક્ટરે પૈસા લીધા હતા. કોલેજે આ મામલે આંતરિક ઇન્ક્વાયરી બેસાડી છે. બીજી તરફ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ બી.એ.ડાંગર કોલેજ બંધ કરાવી હતી.


કોલેજે આ મામલે આંતરિક ઇન્ક્વાયરી બેસાડી

ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPના કાર્યકરોની દાદાગીરી સામે આવી છે. કાર્યકરોએ ડાંગર કોલેજમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતાં. ટ્રસ્ટીની ચેમ્બરના કાચ તોડ્યા હતાં. કોલેજમાં ભારે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં મૃતકના પરિવારે કોલેજ સંચાલકોના ત્રાસના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં કોલેજ ડાયરેક્ટરે ખુલાસો કર્યો છે. કોલેજના ડાયરેક્ટર આત્મન મહેતાએ જણાવ્યું છે કે આપઘાત કરનાર વિદ્યાર્થી પાસેથી કોલેજના જ એક ઇન્ટર્ન ડોક્ટરે પૈસા લીધા હતા. આ ગંભીર આરોપ સામે આવ્યા બાદ કોલેજે આ મામલે આંતરિક ઇન્ક્વાયરી બેસાડી છે.

કોલેજમાં ચોરી કરાવવા માટેના રૂપિયા લેવામાં આવ્યા: ABVP

ABVPના મંત્રી પુષ્પરાજ ઝાલાએ કહ્યું હતું કે, કોલેજમાં ચોરી કરાવવા માટેના રૂપિયા લેવામાં આવ્યા છે. કોલેજ દ્વારા પાસ નહીં કરાતા વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો છે. ડો. હરેશ જોગરાજીયા ચોરી કરાવવાના રૂપિયા લેતો હતો. ABVPએ તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ મામલાની ગંભીરતાને જોતા કોલેજ ડાયરેક્ટરે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.


  • Follow us on: