રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર થયા છે. બે વર્ષથી હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી છે. ગણેશ મહોત્સવ કાર્યક્રમથી અરવિંદ રૈયાણીની રી-એન્ટ્રી થઈ છે. ભાજપે રૈયાણીને મહત્વની જવાબદારી સોંપી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. મનપા ચૂંટણી પહેલા નેતાઓને સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિસાવદર ચૂંટણીમાં હાર બાદ નેતાઓને સક્રિય કરાયા છે. દિલ્હીમાં મોટા નેતાઓ સાથે રૈયાણીએ મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પ્રદેશ ભાજપ તરફથી કરાયા આદેશ છે.
રાજકોટ ભાજપના રાજકારણમાં મોટા ફેરફાર













