રાજકોટની ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતના મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવારે કોલેજ સંચાલકોના ત્રાસના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં કોલેજ ડાયરેક્ટરે ખુલાસો કર્યો છે. કોલેજના ડાયરેક્ટર આત્મન મહેતાએ જણાવ્યું છે કે આપઘાત કરનાર વિદ્યાર્થી પાસેથી કોલેજના જ એક ઇન્ટર્ન ડોક્ટરે પૈસા લીધા હતા. આ ગંભીર આરોપ સામે આવ્યા બાદ કોલેજે આ મામલે આંતરિક ઇન્ક્વાયરી બેસાડી છે.


કોલેજ સંચાલકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે વિદ્યાર્થીને પરીક્ષાનું પેપર લખવા દેવામાં આવ્યું નહોતું. જ્યારે આ આક્ષેપને ડાયરેક્ટરે સદંતર ખોટો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના બની નથી. આ મામલાની ગંભીરતાને જોતા કોલેજ ડાયરેક્ટરે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.

કોલેજ દ્વારા ઇન્ટરનલ ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે

તેમણે કહ્યું હતું કે આપઘાત મામલે જે પણ તપાસ હશે તેમાં અમે પોલીસને સંપૂર્ણ સહયોગ કરીશું. આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. આંતરિક તપાસ અને પોલીસની કાર્યવાહી બાદ જ આ સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.


  • Follow us on: