રાજકોટના રીબડામાં થયેલા ફાયરિંગને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ફાયરિંગ કરનાર ભાડૂતી શૂટરો પરપ્રાંતીય હોવાનું ખુલ્યું છે, 3 વર્ષ પહેલાની માથાકૂટમાં બદલો લેવા ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે, રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી સાથે તકરાર થઈ હતી અને તેમાં અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે.


પોલીસની ટીમ યુપી અને MP જવા માટે રવાના

આ સમગ્ર ઘટનામાં પોલીસની એક ટીમ યુપી અને એમપી જવા માટે રવાના થઈ છે, 3 વર્ષ જુની અંગત અદાવતામાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, જેમાં બહારથી શૂટરો બોલાવવામાં આવ્યા અને ફાયરિંગ કર્યુ હતુ, ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહે લીધી હતી અને હાર્દિકસિંહ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાર્દિકસિંહ પેરોલ જમ્પ કરીને થયો હતો ફરાર. ત્રણ વર્ષ પહેલાની માથાકૂટ મામલે રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી સાથે તકરારનો બદલો લેવા ફાયરિંગ કરાયું હતું.

હાર્દિકસિંહ નામના શખ્સનો વીડિયો થયો હતો વાયરલ

આ સમગ્ર ઘટનામાં ફાયરિંગ બાદ હાર્દિકસિંહનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આ ફાયરિંગની જવાબદારી મે લીધી છે અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખુલાસા થયા હતા, જેમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરવાની વાત સામે આવી છે, પોલીસે હાર્દિકની પણ પૂછપરછ શરૂ કરી છે, પોલીસની ટીમ આરોપીને ઝડપી લેશે ત્યારબાદ વધુ ખુલાસા થઈ શકે છે. પોલીસની તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે અને હાર્દિકસિંહની આ મામલે શું ભૂમિકા છે એ જોવાનું રહેશે.

  • Follow us on: