ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક રોડ અને રસ્તા ખરાબ થઈ ગયાં છે. લોકો ખરાબ રસ્તાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યાં છે. રાજકોટમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. તેમણે રોડ અને રસ્તાની રજૂઆત કરતા સમયે મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરને ચોર કહ્યા હતાં અને પોતાને શાહુકાર ગણાવ્યા હતાં.


હર્ષદ પટેલની સામે શબ્દોની મર્યાદા ચૂક્યા

રાજકોટમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રોડ અને રસ્તાની રજૂઆત કરવા માટે મહાનગર પાલિકા ખાતે ગયા હતાં. જ્યાં તેઓ મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલની સામે શબ્દોની મર્યાદા ચૂક્યા હતાં. તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને ચોર અને પોતાને શાહુકાર ગણાવ્યા હતાં. તેમણે સરકારને પણ ચોર તરીકે ગણાવી હતી. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, પોલીસ બોલાવીને પકડાવશો તો કયાં સુધી રાખશો જેલમાં અમે કોઈ ગુનેગારો નથી.

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને ચોર કહ્યા

કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલને ચોર કહ્યા હતાં. આ ઉપરાંત તેમણે સરકાર અને અધિકારીને ચોર અને પોતાને શાહુકાર ગણાવ્યા હતાં. રજૂઆત દરમિયાન તેઓ શબ્દોની મર્યાદા ચૂક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. રાજકોટ મહાનગર પાલિકા ખાતે કોંગ્રેસે રોડ અને રસ્તા મુદ્દે રજૂઆત કરી હતી. ચોમાસામાં તૂટેલા રસ્તાઓ અંગે અધિકારીને રજૂઆત કરતાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ખખડાવી નાંખ્યા હતાં.


  • Follow us on: