પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 185 અધિકાર પત્ર એનાયત કરાયા છે. મોરબીમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાની નાગરિકો રહે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પાકિસ્તાન સામે પ્રહાર કર્યા છે. પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી. પાક.માં સ્કૂલે દીકરી જાય તો માતા-પિતાને ચિંતિત રહે છે.પાક.માં દીકરી પરત આવશે કે નહીં તેની ચિંતા રહે છે.


પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા

આત્મીય કોલેજમાં પાકિસ્તાની નાગરિકોને પ્રમાણપત્ર એનાયત કર્યક્રમ યોજાયો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું, પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી. સ્કૂલે દીકરી જાય તો પરત આવશે કે નહીં તેની માતા-પિતાને ચિંતા રહે છે. 185 લોકોને આજે ભારતીય નાગરિકતા મળી છે. તમને પણ અનેક ઘટનાઓનો સામનો કરવો પડ્યો હશે.

185 લોકોને આજે ભારતીય નાગરિકતા મળી 

આત્મીય યુનિવર્સિટી ખાતે પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિક અધિકાર પત્ર આપવામાં આવ્યો છથ. પૂર્વ પાકિસ્તાની નાગરિકો ગૃહ રાજ્ય મંત્રીની હાજરીમાં ભારતીય નાગરિક બન્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ સાથે ખાસ કનેક્શન છે. અહીંથી જ તેઓએ પ્રથમ ચૂંટણી જીતીને સંસદીય જીવનની શરૂઆત કરી છે. પાકિસ્તાન , અફઘાનિસ્તાન સહિતના પાડોશીઓના પીડિત હિન્દુઓ, સિખ સહિતના લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. 

  • Follow us on: