રાજકોટ સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવી રહી છે. ગત રવિવારે સિવિલમાંથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હવે સિવિલ હોસ્પિટલમાં દારૂડિયો ઝડપાયો છે. સિવિલની સિક્યુરિટી એજન્સીએ લથડિયા ખાતા દારૂડિયાને પકડી પાડ્યો છે. આ દારૂડિયો સિક્યુરિટી જેવા કપડાં પહેરીને દારૂની મહેફિલ માણવા પહોંચ્યો હતો. તેની પાસેથી ચાકુ અને બે દારૂની પોટલીઓ મળી આવી છે.
સિક્યુરિટીએ દારુડિયાને પકડી પોલીસને સોંપ્યો
સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલો મળ્યા બાદ દારૂડિયો ઝડપાયો છે. સિક્યુરિટીએ દારૂની મહેફિલ માણવા આવેલા શખ્સને પકડી પાડીને પોલીસને સોંપ્યો છે. પ્રદ્યમ્નનગર પોલીસ દ્વારા દારૂડિયાને સમજાવીને છોડી મુક્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની નવ ખાલી બોટલો મળી આવતા સિક્યુરિટી સામે પણ સવાલો ઉભા થયા હતાં.












